Connect Gujarat
ગુજરાત

દાહોદ : મહુડી પાસે ગુડ ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા, વીજ કેબલ અને ટ્રેકને નુકસાન થતા ટ્રેનો ડાયવર્ટ કરાઈ

દાહોદ જિલ્લાના રતલામ-મુંબઈ વચ્ચે માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓવરહેડ વીજ વાયરો પણ તુટી ગયા છે.

X

દાહોદ જિલ્લાના રતલામ-મુંબઈ વચ્ચે માલગાડીના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓવરહેડ વીજ વાયરો પણ તુટી ગયા છે. રતલામથી મુંબઈ સુધીનો રેલ વ્યવહાર બંને દિશામાં અટકી ગયો હતો.

વેસ્ટન રેલવેના રતલામ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના મંગલ મહુડી નજીક ગુડ ટ્રેનને ભયાનક અકસ્માત નડતા ગુડ ટ્રેનના 16 ડબ્બાઓ ડિરેલ થઈ જવા પામ્યા હતા. આ અકસ્માતની ઘટના એટલી ખતરનાક હતી કે એક સાથે એક પર એક ડબ્બા ચડી જવા પામ્યા હતા. રેલવે લાઈનની ઉપર આવેલ 35,000 કિલોવોટની ઇલેક્ટ્રિક લાઈન પણ તૂટી જવા પામી હતી. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં સદભાગ્ય કોઈ જાનહાની થવા પામી નથી. હાલ વેસ્ટન રેલવેના અપ અને ડાઉન બંને ટ્રેક બંધ છે અને રેલવેનો વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. મધ્ય રાતથી જ વરસતા વરસાદમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન રતલામ ડિવિઝનનો અપ ડાઉનનો તમામ રેલવે વહેવાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાનું કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ સમગ્ર અકસ્માતમાં સદભાગ્ય કોઈ જાનહાની થવા પામી નથી પણ રેલવે તંત્રને લાખોનું નુકસાન થવાનો અંદાજ છે.

Next Story