દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાનો સિલસિલો યથાવત,વધુ એક માલગાડી પાટા પરથી ઉતરી
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી.
દેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે.પશ્ચિમ બંગાળમાં માલ ગાડી પાટા પરથી ખડી પડી હતી.
ઉત્તર પ્રદેશના વૃંદાવન નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
શનિવારની વહેલી સવારે કાનપુરના ગોવિંદપુરી સ્ટેશન નજીક 19168 સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે