/connect-gujarat/media/post_banners/7c903483c0db2ea3dae279d40d837cb5523b144f43b5dfb6248e1f4d583828bf.jpg)
દાહોદ પોલીસે ચોરીની બાઇક સાથે ચોર ટોળકીના 4 સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદ જિલ્લામાં બાઇક સાથે મોટરો ચોરતી ટોળકીના 4 સભ્યો તાલુકા પોલીસના હાથે ગઢોઇ ઘાટીમાંથી ઝડપાઇ ગયા હતાં. દાહોદ પોલીસનો કાફલો પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બે બાઇક પર 4 ઇસમો આવતાં જેમાં એક સીડી ડીલક્ષ નંબર પ્લેટ વગરની પર બે ઇસમો તથા બીજી અપાચી નંબર પ્લેટ વગરની પર બે ઇસમો આવ્યા હતાં.આ ઇસમોને રોકી કાગળોની માંગણી કરતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો.પોકેટ કોપ દ્વારા તપાસ કરતા બાઇકોના માલીક તરીકે અન્યના નામ હોય અને આશરે 4 મહિના પહેલા ચોરી કરી હતી. પૂછપરછ કરતા બાઇકો તથા સબમર્શીબલ મોટરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જે ઘરોમાં સંતાડેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ કરી આઠ મોટર સાયકલ તથા બે દેડકા મોટર અને 2 શબમર્શિબલ મોટર મળી 4 મોટર સાથે બાવકાના નિર્ભય ડામોર, ભાવેશ દેવળ, પ્રકાશ હઠીલા, તથા રાહુલ ડામોરની ધરપકડ કરી 7 ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા જ્યારે નેલસુર ગામનો રાહુલ ઉર્ફે ગૌરવ દિનેશભાઇ પરમાર તથા મંગુ રામસીંગ પરમાર પોલીસને હાથ ન લાગતાં તેને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.