જૂની અદાવતમાં બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો
કસ્બા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે થઈ હતી ભારે અથડામણ
અથડામણમાં સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું
2 વ્યક્તિઓને ગોળી વાગતા હોસ્પિટલ ખાતે ખસેડાયા
DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ હતી, અને બાદમાં મામલો હિંસક બન્યો હતો. જોકે, ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા ડીવાયએસપી, LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, એક જ કોમના 2 જૂથ વચ્ચે થયેલી અથડામણના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.