માંડવાવ ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત
સુરતથી મધ્યપ્રદેશ જતી બસે પલટી મારી
બસમાં સવાર 8 મુસાફરો થયા ઇજાગ્રસ્ત
તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા
સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી
દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે એક ખાનગી બસ અચાનક પલટી ગઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી બસના ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા બસ પલટી મારી ગઈ હતી.સર્જાયેલા અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરો ભયભીત થઇ ગયા હતા.જ્યારે 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓ મુસાફરોની મદદે દોડી આવ્યા હતા,જ્યારે પોલીસે પણ બચવા કામગીરી હાથ ધરી હતી,અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી હતી.