Connect Gujarat
ગુજરાત

દાહોદ : આમલી ખજુરીયા ગામે ટાંકીનું ધાબુ ભરતી વેળા થયું ધરાશાયી, 6 પૈકી 2 શ્રમિકોની હાલત ગંભીર..!

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા.

X

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં 2 શ્રમિકોની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, દાહોદના ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામમાં નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હતા. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં ચીસાચીસ મચી જવા પામી હતી. ઘટના બાદ ભેગા થયેલા લોકો તેમજ અન્ય શ્રમિકોએ ધરાશાયી થયેલી પાણીની ટાંકીના કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. ઈજાગ્રસ્ત શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 2 શ્રમિકોની હાલત અતિ ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે, જયારે અન્ય ૩ શ્રમિકોને સામાન્ય ઇજાઓ થતા તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. તો બીજી તરફ, નળ સે જળ યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલી પાણીની ટાંકી સ્લેબ ભરતી વખતે જ ધરાશાયી થતા કામમાં વપરાયેલ મટીરીયલ તેમજ ગુણવત્તા અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Next Story