/connect-gujarat/media/post_banners/bad8738b26b7349c0842d6739b534f34d426ac71146b36bb9ee54dde9b697b80.jpg)
દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે. તો બીજી તરફ, અનેક સ્થળોએ ગતરોજ વરસેલા વરસાદ બાદ રસ્તા સહિત નાળા ધોવાઈ જતાં તંત્રની પોલ ઉઘાડી પડી છે.
દાહોદ જિલ્લાના વડવા, ખજુરીયા, બિલવા અને નીલસુરને જોડતો એકમાત્ર રસ્તો છે, જ્યાં કાતરીયા કોતરમાં ઉનાળા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાળુ બનાવવામાં આવ્યું હતું. જે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા નાળાના કામમાં ભ્રષ્ટાચાર આચારયો હોવાની બૂમો ઉઠી છે. તો બીજી તરફ, બિસ્માર માર્ગના કારણે શાળામાં જતા બાળકો શિક્ષકો તેમજ ઈમરજન્સી સેવા પણ બંધ થઈ જવા પામી છે. ગરબાડા પંથકમાં મેહુલિયો ગતરોજથી મહેરબાન થતા પંથકમાં સાવિત્રીક વરસાદ વરસવા પામ્યો છે. એક તરફ, પ્રથમ વરસાદ સારો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસાની વિધિવત રીતે ગુજરાતમાં પધરામણી થઈ છે. જોકે, ચોમાસાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર નદી-નાળા અને કોતરોમાં નવા પાણીની આવક થઈ છે. તો બીજી તરફ, અનેક સ્થળોએ વરસેલા વરસાદ બાદ રસ્તા સહિત નાળા ધોવાઈ જતાં તંત્રની પોલ ઉઘાડી પડી છે.