Connect Gujarat
ગુજરાત

દાહોદ : હાંડી ગામેથી ઝડપાયું ગાંજાનું ખેતર, રૂ. 2.74 કરોડનો મુદ્દામાલ જપ્ત...

પોલીસે રૂપિયા 2.74 કરોડના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરી 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરાતા દાહોદ SOG પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રૂપિયા 2.74 કરોડના ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરી 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ SOG પોલીસે ગત તા. 21મી ઓક્ટોમ્બરના રોજ સીંગવડ તાલુકાના હાંડી ગામે મછાર ફળિયાના ખેતરોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાની સાથે જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખેતરોમાં એક-બે નહીં પરંતુ ગેરકાયદેસર 2318 જેટલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તમામ છોડની કિંમત રૂપિયા 2.74 કરોડથી વધુ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે ગામમાં રહેતાં વિક્રમ મછારને ઝડપી પાડ્યો હતો, જ્યારે હિંમત મછાર સરતન મછાર પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. જોકે, આટલી મોટી માત્રામાં ગેરકાદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કોની રહેમ નજર હેઠળ કરવામાં આવ્યું હતું, તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે સમગ્ર મામલે SOG પોલીસે સ્થળ પરથી તમામ મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો રણધીકપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Next Story