દાહોદ : આંગણવાડી કાર્યકરની રચનાત્મક પ્રવૃત્તિઓ થકી બાળકો અને મહિલાઓને પોષણક્ષમ બનાવવા માટેના સ્તુત્ય પ્રયાસ

દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.

New Update
  • આંગણવાડી કાર્યકરની સરાહનીય કામગીરી

  • હિરલબેનની મહેનત અને મનોમંથનનો સમન્વય

  • રચનાત્મક પ્રવૃત્તિઓ બની પ્રેરણાસ્ત્રોત

  • સોશિયલ મીડિયાથી સ્તુત્ય પ્રયાસ

  • બાળકો-મહિલાઓને પોષણક્ષમ બનાવવાનો પ્રયાસ

દાહોદના આંગણવાડી કાર્યકર હિરલબેન ભટ્ટની સરાહનીય કામગીરી આજે સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.તેઓ ન માત્ર આંગણવાડી સુધી બાળકોને લાવવામાં સફળ રહ્યા પરંતુ બાળકો અને મહિલાઓના પોષણને સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયાના રચનાત્મક ઉપયોગથી સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે.

દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું. હિરલબેનના આ સોશિયલ મીડિયાના રચનાત્મક ઉપયોગથી વાલીઓનો વિશ્વાસ વધ્યો અને તેઓ પોતાના બાળકોને આંગણવાડી માં મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે. આજે આ આંગણવાડીમાં દરરોજ 30થી 50 બાળકો નિયમિત આવે છે.

બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણ સાથે માટે પૌષ્ટિક આહાર પણ આંગણવાડીમાં સુનિશ્ચિત થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પણ સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માર્ગદર્શન આંગણવાડીમાં પુરુ પાડવામાં આવે છે. હિરલબેનની આ મહેનત અને નવીન વિચારની નોંધ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા પણ લેવામાં આવી છે. જિલ્લામાં અન્ય આંગણવાડીઓ પણ આ મુજબ સારા પ્રયાસોથી ચાલે અને સરકારી યોજના અને લાભ બાળકો અને મહિલાઓ સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે.

Latest Stories