Connect Gujarat
ગુજરાત

દાહોદ : નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 6 લાખથી વધુની નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ...

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

X

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી પોલીસે નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે રૂપિયા 6 લાખથી વધુની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યના મોટા શહેરોને છોડી ડ્રગ્સ, નકલી દારૂ હોય કે, પછી નકલી નોટના કૌભાંડ સહિતના વિવિધ ગુનાઓનો હવે ગ્રામ્ય વિસ્તાર પણ બની રહ્યા છે. ગુજરાતને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરની એક હોટલમાં પરમેશ્વર પાટીદાર નામનો યુવક જમવા ગયો હતો, જ્યાં જમ્યા પછી હોટલ માલિકને બીલ પેટે 400 રૂપિયા આપ્યા હતા. જે ચલણી નોટને હોટલ માલિકે જોતા તે નોટ નકલી હોવાનું અનુમાન લગાવ્યું હતું. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે હોટલે પહોંચી નોટ આપનાર પરમેશ્વરને નાકાબંધી કરી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની વધુ પુછપરછ કરતા તે આ નોટો દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામના ઇસમ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું. રાજસ્થાન પોલીસે દાહોદ જીલ્લાના લીમડી પોલીસનો સંપર્ક કરતા લીમડી પોલીસે ગુન્હાની ગંભીરતા દાખવી રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રીતે આંબા ગામે ધુણસીયા ફળીયામાં રહેતા વિક્રમ મુનીયાના ઘરે છાપો માર્યો હતો, ત્યારે તેના ઘરેથી પ્રિન્ટર, કારટીસ, નોટ સાઇઝનું કટિંગ કરેલ પેપરનું બોક્સ અને 6 લાખથી વધુની રૂ. 2000, 500, 200 અને 100 રૂપિયાની નકલી નોટો મળી આવતા રાજસ્થાન અને દાહોદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ તો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story