Connect Gujarat
ગુજરાત

દાહોદ: લૂંટના ઇરાદે નકલી આવકવેરા અધિકારી બની 4 ઇસમો દંપત્તિના ઘરમાં ઘુસ્યા પછી શું થયું જુઓ

X

દાહોદની બૂરહાનિ સોસાયટીમાં નકલી આવકવેરા અધિકારી બની ચાર લુટારા ત્રાટક્યા હતા જોકે દંપત્તિની સતર્કતાથી બે લુટારા ઝડપાયા હતા અને અન્ય બે લુટારા 25 હજાર રોકડ સહિત બે મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા

દાહોદની બૂરહાનિ સોસાયટીમાં રહેતા શબ્બીર લેનવાલા આજે વહેલી સવારે પોતાની દુકાને જવા નીકળતા હતા ત્યારે અચાનક બે ઇસમોએ પ્રવેશ કર્યો અને તેમના પિતાની ઓળખ આપી ગાંધીનગરથી આવકવેરા વિભાગમાથી આવ્યા હોવાનું જણાવ્યુ હતું ત્યારબાદ બીજા બે ઇસમોએ પ્રવેશ કરી શબ્બીરભાઈ, તેમની પત્ની અને 10 વર્ષીય પુત્રીને એક તરફ બેસાડી રમકડાંની રિવોલ્વર બતાવી ભયભીત કરવાનો પ્રયાસ કરી બે વ્યક્તિઓ પત્નીને ઉપરના રૂમમાં લઈ ગયા હતા અને કબાટમાં વેરવિખેર કરી તેમની માતાના બચત પેટે રાખેલા રૂ.25,000 ભરેલ બેગ અને બે મોબાઈલ કબ્જે લીધા હતા તે દરમિયાન નીચે રહેલા શબ્બીરભાઈને શંકા જતાં પાણી પીવાના બહાને રૂમની બહાર નીકળી બુમરાણ કરતા ચારેય ઇસમો ઘરની બહાર ભાગી નીકળ્યા હતા હતા પરંતુ આ દંપતીએ હિમ્મત દાખવી તેમની પાછળ દોડી ઝડપી લીધો હતો। બુમરાણ કરતાં આસપાસ ના લોકો પણ દોડી આવ્યા હતા ચાર પૈકી બે લુટારા ઝડપાઇ જતાં સ્થાનિકો એ મેથીપાક ચખાડી દોરડા વડે બાંધી દીધા હતા

બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસ તપાસમાં ઝડપાયેલ ઇસમો પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ અને ઇન્કમટેક્સ વિભાગનું નકલી આઈ કાર્ડ તેમજ રમકડાંની રિવોલ્વર મળી આવી હતી ચારેય ઇસમો સચિન વાઘમારે, વિવેક દેશમુખ,ભાગવત પાલકોર અને ઇરસાદ ચારેય મહારાષ્ટ્રના વાસીમ જીલ્લાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે પોલીસે ચારેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story