ચકચારી મનરેગા કૌભાંડનો મામલો
71 કરોડની આચરવામાં આવી હતી ગેરરીતિ
રાજ્યના મંત્રીના પુત્રોની પણ થઇ હતી ધરપકડ
DRDAના કર્મચારીની પોલીસે કરી ધરપકડ
આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
દાહોદના મનરેગા કૌભાંડમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી,જેમાંDRDA કચેરીમાં ફરજ બજાવતા સરકારી હમીદ અલી આલમને પોલીસે દબોચી લીધો છે,અને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રાજ્યભરમાં ચકચાર મચાવનાર દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થયેલા કૌભાંડ મામલે પોલીસે અગાઉ મંત્રી બચુ ખાબડના બે પુત્ર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકોની કુલ 11 લોકોની ધરપકડ કરી હતી.
71 કરોડ રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.જેમાં 35 એજન્સીના નામ સામેલ છે, તેમાંથી બે એજન્સી મંત્રી બચુ ખાબડના બે પુત્રોના નામે હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
DRDA નિયામકે વર્ષ 2021 થી 2024 દરમિયાન 35 એજન્સી અને અધિકારીઓ-કર્મચારીઓની મિલીભગતથી 71 કરોડના કામોમાં ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ કૌભાંડની તપાસ દરમિયાનDRDA કચેરીના સરકારી કર્મચારી હમીદ અલી આલમની સંડોવણી બહાર આવી હતી.DRDA કચેરીમાં વર્ક મેનેજર તરીકે પોર્ટફોલિયો હોવા છતાંય તેને લાયકાત વગર ઇન્ચાર્જ ડેપ્યુટી ડીપીસી તરીકે કચેરીમાં કામ કરી રહ્યો હતો.હમીદ અલી આલમની પોલીસે ધરપકડ કરી હતી,અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.