દાહોદ : હાઈટેક પોલીસે થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદથી ખેતરમાંથી નશાકારક પાકનો કર્યો પર્દાફાશ

દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે.

New Update
Advertisment
  • દાહોદ પોલીસની હાઈટેક ટેકનોલોજી

  • ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા તત્વોમાં ફફડાટ

  • પોલીસે થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાનો કર્યો ઉપયોગ

  • નશાકારક પદાર્થની ખેતી કરતા આરોપીઓનો થયો પર્દાફાશ

  • મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ  

Advertisment

દાહોદ પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની સાથે સાથે હવે ડિજિટલ પોલીસ પણ બની ગઈ છે.થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરો પોલીસનો સાથી બન્યો છે. પોલીસ ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં ઉગાવેલા ગેરકાયદેસર નશાના પાકનો પર્દાફાશ કરવા માટે સક્ષમ બની છે.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક સમયથી આધુનિક ટેક્નોલોજીના નવતર પ્રયોગો સાથે ગુનાઓ શોધવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે.સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પ્રદાર્થોના હેરફેરને રોકવા માટે પોલીસ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદ લઈ ગુનાઓ શોધવામાં કુનેહપૂર્વક આગળ વધી રહી છે.દાહોદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામના વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી હતી.અને ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું.

ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ SOG  પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ગાંજાનું વેરિફિકેશન કરવા માટે FSLની મદદ મેળવી હતી.ત્યારબાદ ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ત્રણ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ 493 જેનું કુલ વજન 169.100 કિલોગ્રામ તેની કુલ કિંમત રૂપિયા 16 લાખ 91 હજારના ગાંજાના છોડનો જથ્થો કબ્જે કરી આરોપીઓ બચુ સાયબાભાઈ બારીઆગુલાબસિંહ ફુલસીંગ બારીઆ અને રમિલા ભારતભાઈ બારીઆ નાઓની અટકાયત કરી દાહોદ SOG પોલીસે આ સંબંધે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories