Connect Gujarat
ગુજરાત

દાહોદ : સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં AAP, BTP અને કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો...

ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો.

X

દાહોદ જિલ્લા ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગરબાડા ગામે યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં AAP, BTP અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.

ભારતીય પરંપરા મુજબ નવ વર્ષની શરૂઆત મિલન મુલાકાત અને સ્નેહ ભર્યા વાતાવરણમાં લોકો શરૂ કરતા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાની દરેક વિધાનસભા 23, 24, 25 નવેમ્બરના રોજ સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવશે. જેના ભાગરૂપે ગરબાડા ગામે ભાજપના નૂતન વર્ષનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રદેશ પ્રમુખે તમામ લોકો અને જિલ્લાની જનતાને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ સ્નેહમિલન સમારોહ દરમ્યાન ગરબાડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર શૈલેષ ભાભોરે પાર્ટીને અલવિદા કરી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા તદુપરાંત કોંગ્રેસ અને BTPમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સી.આરપાટીલે જણાવ્યું હતું કે, આ ભાજપની તાકાત છે અને લોકોનો વિશ્વાસ દિવસે અને દિવસે ભાજપમાં વધી રહ્યો છે. આ બધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ વિકાસના કાર્યો અને દેશની પ્રગતિના કારણે થઈ રહ્યું છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, રાજ્યમંત્રી બચુ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર તથા મહામંત્રી નરેન્દ્ર સોની, મહિલા મોરચાના આગેવાન કૈલાશ પરમાર સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો અને કાર્યકro ઉપસ્થિત રહ્યા હતા.

Next Story