Connect Gujarat
ગુજરાત

દાહોદ : લીમડી પોલીસે ચોરીની 13 મોટરસાઇકલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા

દાહોદ જિલ્લાની લીમડી પોલીસે ચોરીની 13 મોટરસાયકલો સાથે 2 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

દાહોદ જિલ્લાની લીમડી પોલીસે ચોરીની 13 મોટરસાયકલો સાથે 2 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 13 ઓગષ્ટના રોજ લીમડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એલ.ડામોર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, દાહોદ ટાઉનના ગુન્હાના આરોપી ચોરીની મોટરસાઇકલ લઇને નિકળનાર છે. જે બાતમીના આધારે લીમડી પીએસઆઈ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે લીમડી કરંબા ચોકડી ઉપર વાહનો ચેકીંગમાં ઉભા હતા, ત્યારે એક ઇસમ નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ સાથે આવતાં તેને રોકી મોટરસાઇકલના માલિકીપણના કાગળો માગતાં તે રજુ કરી શક્યો ન હતો. જોકે, પોલીસે ગુજકોપ પોકેટ કોપની મદદથી એન્જીન, ચેચીસ નંબરો સર્ચ કરતા મોટરસાઇકલ અન્ય વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પોલીસે ઝડપાયેલા ઇસમ વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧ (૧) (ડી), ૧૦૨ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, ઝડપાયેલા ઈસમની વધુ પૂછપરછ કરાતા અન્ય એક ઇસમનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે તેની પણ ધરપકડ કરી કુલ 13 મોટરસાઇકલ મળી ૩,૪૦,૦૦૦/-ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ ચોરીઓમાં ગયેલ મોટરસાઇકલ શોધી કાઢવામાં લીમડી પોલીસને મોટી સફળતા મળી છે.

Next Story