દાહોદ : રાજસ્થાનથી સિમેન્ટના કન્ટેનરમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો,1.52 કરોડનો વિદેશી શરાબ જપ્ત

ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

New Update
  • રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કાવતરું

  • ઝાલોદ પોલીસ અને એલસીબીનું સંયુક્ત ઓપરેશન

  • વિદેશી દારૂ ભરેલું સિમેન્ટ કન્ટેનર ઝડપી પાડ્યું

  • રૂ.1.52 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

  • પોલીસે ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો 

ઝાલોદ પોલીસ અને એલ.સી.બી.શાખાની ટીમે સંયુક્ત ઓપરેશનમાં સિમેન્ટના કન્ટેનરમાં છુપાવેલો રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.અને કન્ટેનર સાથે 1.72 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસે ધાવડીયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનના મોનાડુંગર તરફથી દારૂ ભરેલું એક કન્ટેનર ગુજરાતમાં પ્રવેશવાનું છે. જેના આધારે પોલીસે સિમેન્ટ કન્ટેનરને ઝડપી પાડ્યું હતું અને કન્ટેનર ચાલક ખેમારામ રાવતરામની અટકાયત કરી હતી.

આ દારૂ કેસમાં પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ખેમારામ રાવતરામભુરારામ કાળુરામઅસલારામ ભોમારામસેટી શર્મા અને એક અજાણ્યો મુખ્ય સૂત્રધારનો સમાવેશ થાય છે.

પોલીસે આ ઘટનામાં રૂપિયા 1.52 કરોડનો વિદેશી દારૂ અને સિમેન્ટનું કન્ટેનર મળીને કુલ રૂપિયા 1.72 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.

Latest Stories