દાહોદ : પત્નીને તેડવા ગયેલ જમાઈની સાસરિયા સાથે માથાકૂટ થતાં સાસુને પતાવી દીધી, પોલીસે કરી જમાઈની ધરપકડ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

New Update
દાહોદ : પત્નીને તેડવા ગયેલ જમાઈની સાસરિયા સાથે માથાકૂટ થતાં સાસુને પતાવી દીધી, પોલીસે કરી જમાઈની ધરપકડ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સસરાની હત્યાનો પ્રયાસ કરવા જતા પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ઝાલોદ તાલુકાના પીપલેટ ગામે પોતાની પત્નીને તેડવા ગયેલા પતી અને સાસરિયાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા જમાઈએ ચપ્પુ વડે સાસુ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે વચ્ચે છોડાવા પડેલા સસરાને પણ શરીરના ભાગે ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના તબીબો મહિલાને મૃત જાહેર કરી હતી. તો બીજી તરફ, ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સસરાની હત્યા કરવા જમાઈ હોસ્પિટલ ખાતે ઘસી આવ્યો હતો, જ્યાં હાજર પોલીસે હત્યારા જમાઈની અટકાયત કરી હતી. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે હાલ તો જિલ્લાભરમાં છેલ્લા 3 દિવસમાં 4 લોકોની હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

Latest Stories