/connect-gujarat/media/post_banners/1ee1dcb4c0a6a5535a042a44149ab9ff5b1bf2e7911511e0ea005e53eebef150.jpg)
દાહોદના દેસાઇવાડામાં યુવકની હત્યા બાદ લૂંટ કેસમાં પોલીસે બે યુવકની મુંબઇના નાલાસોપારાથી ધરપકડ કરી છે.આ મામલામાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
દાહોદના સુમેર એપાર્ટમેન્ટમાં રહેતાં મિલાપ કુશકુમાર શાહની 25મીની રાત્રે નેપાળના બાંકે જિલ્લાના ધમબોજી ગામના 28 વર્ષિય સુરજ રમેશસિંહ કેશી દ્વારા રિદ્ધિસિદ્ધ એપાર્ટમેન્ટના ત્રીજા માળે છરા વડે ઘાતકી હત્યા કરી હતી.આ ગંભીર ઘટનામાં ડીઆજી રાજેન્દ્ર અસારી અને એસ.પી ડો.રાજદીપસિંહ ઝાલાએ મેદાને પડીને હત્યા નેપાળી યુવક સુરજ દ્વારા કરી હોવાનું પ્રસ્થાપિત કરી લીધુ હતું. દાહોદ પોલીસે મુંબઇના નાલાસોપારાથી હત્યારા સુરજ સાથે મુંબઇના બોઇસર ત્રિવેદી નગરના રણજીત રવિન્દ્રનાથ પોલની અટકાયત કરી હતી.તલસ્પર્શી તપાસમાં ખુલ્યુ હતુ કે, મિલાપભાઇને ધમકાવીને દાગીનાની લુંટ કરવા માટે સુરજ, રણજીત અને પાલઘરમાં રેલવે ટ્રેક ઉપરથી મૃત મળેલા નેપાળના મદન થાપાએ 24મી તારીખે શહેરના જુની કોર્ટ રોડથી છરો ખરીદ્યો હતો. હત્યા બાદ મિલાપભાઇએ શરીરે પહેરેલા 3.84 લાખ રૂપિયાના દાગીના લુંટીને સુરજ તેમનું જ એક્સિસ લઇને રેલવે સ્ટેશન આવી ગયો હતો અને તેઓ ટ્રેન દ્વારા ફરાર થઇ ગયા હતાં. આ પ્રકરણમાં પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.