દાહોદ: પોસ્ટ ઓફિસ નજીક ખાનગી બસ પર વીજ કંપનીનો પોલ તૂટીને પડ્યો:કોઈ જાનહાની નહી

દાહોદની નગરપાલિકા ચોક નજીક આવેલી પોસ્ટ ઓફિસ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ ઇન્દોર તરફ જઈ રહી હતી.

New Update

દાહોદની નગરપાલિકા ચોક નજીક આવેલી પોસ્ટ ઓફિસ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ ઇન્દોર તરફ જઈ રહી હતી. તે સમયે અચાનક વીજ કંપનીનો લોખંડનો પોળ તૂટીને ખાનગી બસ ઉપર પડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisment

જોકે સદનસીબે પાછળ આવી રહેલા બાઈક ચાલકોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં વીજ કંપનીનો પોળ જમીન માંથી નીચેની કાટ ખાઈને આજે વહેલી સવારે ખાનગી બસ ઉપર પડી જતા કોઈને પણ જાનહાની કે ઈજાઓ પહોંચી ના હતી જોકે સદનશીબે બસમાં સવાર કેટલાક મુસાફરોનો પણ આબાદ બચાવ થયો હતો. વીજ કંપનીનો પોળ અચાનક તૂટીને બસ ઉપર પડતા કહી શકાઈ કે મોટી દુર્ઘટના ટળી હતી દિવસ દરમિયાન લોકોની અવર જવરના કારણે ભરચક રહેતા વિસ્તારમાં જો દિવસે આ ઘટના બનવા પામતી તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી, પરંતુ ખાનગી બસ પર પોળ તૂટીને પડતા ખાનગી બસને નુકશાન પણ થવા પામ્યું હતું.

#Dahod #post office #collapses #BeyondJustNews #private bus #Connect Gujarat #power company #Eletricity Pole
Advertisment
Latest Stories