દાહોદ : LPG ગેસ ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, રૂ. 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું હતું.

New Update
દાહોદ : LPG ગેસ ટેન્કરમાંથી ગેરકાયદે ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, રૂ. 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું હતું.

મળતી માહિતી અનુસાર, દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે BSCPL કંપનીના પ્લાન્ટ નજીક એલપીજી ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી ગેસના સિલિન્ડર ભરવાનું કૌભાંડ ચાલતું હોવાની સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે વિજિલન્સ ટીમે સ્થળ પર વોચ ગોઠવતા એલપીજી ગેસ ભરેલા 3 ટેન્કરમાંથી મીની ટેન્કરમાં રિફીલિંગની સિસ્ટમ મારફતે ગેસ રીફિલિંગ થતું નજરે પડ્યું હતું. આ દરમ્યાન સ્ટેટ વિજિલન્સ ટીમે છાપો મારતાં ટેન્કર નં. એમપી-૦૯-એચ.એચ.-૧૯૧૭, એમપી-૦૪-એચ.ઈ.-૪૪૦૩, એમપી-૦૪-એચ.ઈ.-૪૯૬૬ તેમજ મીની ટેન્કર નં. એમપી -૦૯-જી.જે.-૧૪૧૯ના ટેન્કર મળી કુલ ૮૦,૧૪,૮૯૪ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તમામ ટેન્કરને પીપલોદ પોલીસ મથકે લાવી ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories