Connect Gujarat
ગુજરાત

દાહોદ : પૂરની સ્થિતિમાં લોકોની મદદ કરનાર પ્રજાના રક્ષક એવા પોલીસકર્મીઓનું વિશેષ સન્માન કરાયું...

પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X

દાહોદમાં પૂરની સ્થિતિ સમયે લોકોના જીવ બચાવનાર તેમજ દારૂના અઢળક ગુનાઓ ઝડપી પાડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશા પત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2 દિવસ અગાઉ વરસાદી આફત આવી પહોંચી હતી. જેમાં નદી-નાળાઓ છલકાતા અને ઓવર ફ્લો થતા જીવના જોખમે કોઈપણ વાહન ચાલક કે, રાહદારી રસ્તો પસાર ન કરે તે માટે જિલ્લાના તમામ નદી-નાળાઓ તેમજ ડેમ ઉપર પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. જેમાં કેટલાક નાગરિકોના જીવ બચાવવામાં પોલીસે સફળતા સાંપડી હતી. પોલીસ પ્રજાનો રક્ષક છે, તે ઉક્તિને સાર્થક કરી હતી. જેને લઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉમદા કામગીરીને બિરદાવી પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસંશાપત્ર સાથે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ કતવારા રૂરલ દેવગઢ બારીયા જેવા પોલીસ મથકોના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પણ વિદેશી દારૂના ગુનાઓ અને ક્વોલેટી કેસ કરવા માટે તેમને પણ પ્રસંશાપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પ્રજાનો રક્ષક બની ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાએ અભિનંદન પાઠવ્યા હતા.

Next Story