દાહોદ જિલ્લામાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા વાહનો સાથે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના રૂરલ પોલીસના હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને વાહનો પસાર થવાના હોવાની ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ વોચમાં હતી તે દરમ્યાન બાતમીવાળા વાહનો થોભાવી તપાસ કરતા તેમાંથી મસમોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 8 ક્રુઝર, 1 બોલેરો જીપ અને 1 સ્કોર્પિયો કાર ઝડપી લાખોની કિંમતનો દારૂ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, એક સાથે 10 જેટલા વાહનોમાંથી દારૂનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા છે.