દાહોદ : લીમખેડામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત બાદ પણ શાળામાં વર્ગખંડથી વંચિત વિદ્યાર્થીઓ

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ત્રણ વર્ષ અગાઉ સાંસદ અને ધારાસભ્ય દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગખંડ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને હાલાકી

  • અંગ્રેજી માધ્યમમાં વર્ગ ખંડણીની અછતથી મુશ્કેલી

  • પતરાના શેડ નીચે અભ્યાસ કરતા બાળકો

  • સાંસદ અને ધારાસભ્યએ કર્યું હતું ઓરડા માટે ખાતમુહૂર્ત

  • ત્રણ વર્ષ બાદ પણ તાલુકા શાળાના ઓરડા ન બનતા રોષ  

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ત્રણ વર્ષ અગાઉ સાંસદ અને ધારાસભ્ય દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગખંડ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હજી સુધી વર્ગખંડનું નિર્માણ ન થતા વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે. 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા શાળામાં વર્ષ-2017થી બાલવાટીકાથી લઈને ધોરણ-8 સુધી અંગ્રેજી માધ્યમ શાળાની શરૂઆત થઈ હતી.અને 30 જૂન 2023ના રોજ અંગ્રેજી માધ્યમ શાળાના 4 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા શાળાના ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જોકે ત્રણ વર્ષનો સમયવીતી ગયા બાદ પણ આજદિન સુધી શાળામાં અંગ્રેજી માધ્યમના ઓરડા નથી,જેના કારણે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે.વધુમાં 8 વર્ષ બાદ પણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ વર્ગખંડ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

Latest Stories