Connect Gujarat
ગુજરાત

દાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..!

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો

X

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો, તે દરમ્યાન દારૂ લઈને જતા યુવકોને પકડવા પોલીસ દોડી હતી. જેમાં ચાલુ ગાડીએ લાકડી મારતા 2 યુવકો પટકાતાં ઘાયલ થયા હતા, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજયું હતું. બનાવના પગલે મૃતકના સ્વજનોએ પોલીસ મથક બહાર મૃતદેહ મુકી ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસના મારથી યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જોકે, મામલો ઉગ્ર બનતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અઘિકારી દ્વારા મૃતકના સ્વજનોને ફોરેન્સિક પીએમની ખાતરી પણ આપવામાં આવી હતી. જો કોઈ આ ઘટનામાં સામેલ હશે તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવશે ASPએ જણાવ્યુ હતું.

Next Story