Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રોજગાર નિમણૂંક પત્રો-એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

ડાંગ : આહવા ખાતે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રોજગાર નિમણૂંક પત્રો-એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો
X

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ રાજયના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) તથા નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લાના યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કરતા મંત્રીએ, યુવાઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, યુવાનો પોતાનો મજબૂત સંકલ્પ, દ્રઢ નિર્ણય કરતા શીખે. તેમજ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહે તે જરૂરી છે. પોતાના ધ્યેયને વરેલા રહેવાથી ધારેલ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. સરકારની તાલીમ સંસ્થાઓ રોજગારી પુરી પાડવામા સક્ષમ નીવડી રહી છે. આજે બહેનો પણ ઔધોગિક તાલીમ મેળવીને પગભર થઈ રહી છે. દેશની ડબલ એન્જીન સરકાર દ્વારા યુવાઓ રોજગાર મેળવતા થાય તે માટે જુદી જુદી યોજનાઓ, અને તાલીમ શિબિરો યોજવામા આવી રહી છે. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાંથી લોકો રોજગારી તરફ આગળ વધ્યા છે, તેમ પણ મંત્રી જીતુ ચૌધરીએ વધુમાં જણાવ્યુ હતું. ડાંગ જિલ્લાના કુલ ૪૧૭ રોજગાર અને એપ્રેન્ટિનશિપના કુલ ૧૦ લાભાર્થીઓને નિમણુંક પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમા ધારાસભ્ય વિજય પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળા રાઉત, તાલુકા સદસ્ય દીપક પીપળે, આહવા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ઉત્તમ ગાંગુર્ડે, આહવા આઈ.ટી.આઈ આચાર્ય પી.આર.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના કાર્યક્રમ બાદ રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યુ હતું.

Next Story