ડાંગમાં આભ ફાટતા તારાજી સર્જાય
ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ઠેર ઠેર જાહેર માર્ગોનું થયું ધોવાણ
વરસાદે વિરામ લેતા તંત્ર લાગ્યું કામે
રસ્તાની કામગીરી કરી શરૂ થતા રાહત
ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆતમાં જ મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા. જોકે આભ ફાટતા વિવિધ સ્ટેટ હાઈવે સહિતના માર્ગોનું પણ ધોવાણ થયું હતું, ત્યારે વરસાદે વિરામ લેતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાના સમારકામની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લામાં નવરાત્રીની શરૂઆત સાથે મેઘરાજા ગાજવીજ સાથે મુશળધાર વરસ્યા હતા.વીત્યા 24 કલાકમાં આહવામાં 9.15 ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ 4.50 ઇંચ વરસાદ ખાબકતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઇ હતી. ગામડાઓમાં વાદળ ફાટ્યું હોય તેમ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઠેર-ઠેર માર્ગોની સાઈડ,કોઝવે કમ પુલોના ધોવાણ સાથે ભેખડો ધસી પડવાની ઘટના બની હતી.અને 36 જેટલા આંતરિક માર્ગો પણ અવરોધાયા હતા.
ડાંગમાં વરસાદે વિરામ લેતા જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓની મરામત શરૂ કરવામાં આવી છે.તેમજ ગુજરાત મહારાષ્ટ્રને જોડતા મુખ્ય માર્ગ પણ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને રાહત પહોંચી છે.