ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો...

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યા પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે.

ડાંગ : સ્ટ્રોબેરીની ખેતીમાં આચ્છાદનનો ઉપયોગ કરી ખેડૂતે પ્રાકૃતિક ખેતીનો નવતર પ્રયોગ હાથ ધર્યો...
New Update

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાન દબાસ ગામના ખેડૂત બુધ્યા પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરે છે. તેઓ સ્ટ્રોબેરીની ખેતીમા પ્લાસ્ટિક મલ્ચીગનો ઉપયોગ કરતા હતા, પંરતુ સરકારના પ્રાકૃતિક ખેતી અંગેનું પ્રોત્સાહન મળતા પ્રથમવાર પ્રાકૃતિક પધ્ધતીનું આચ્છાદન અપનાવી પોતાની ખેતીની આવક બમણી કરી છે.

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા અહીંના આદિવાસી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમા ઝંપલાવ્યુ અને આજે ખુબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનુ ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાઓ વખાણાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશના વડા પ્રધાન નરેદ્રભા મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામા આવ્યો છે. જિલ્લામાં વર્ષ દરમ્યાન ૧૨ હજાર ૨૫૧ હેક્ટરમા બાગાયતી ખેતી કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં રસાયણ મુક્ત ખેતીની યોજના અંતર્ગત હેન્ડ હોલ્ડીંગની કામ કરતી સંસ્થાઓ, પ્રાકૃતિક ખેતીની ગામેગામ તાલિમો આપી રહી છે. ડાંગ જિલ્લામાં સમયાતંરે ખેડૂત તાલીમ યોજીને પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજાવવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજી ડાંગ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ચુક્યા છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા, ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ જિલ્લાના વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં ૩૨૨૯ લાભાર્થી ખેડૂતોની, ૩૫૦૦ હેક્ટર જમીન વિસ્તારની ખેતીને પ્રાકૃતિક ખેતી તરીકે પ્રમાણિત કરી, આ લાભાર્થી ખેડૂતોને અત્યાર સુધીમા રૂ. ૩૦૧.૧૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. આ ઉપરાંત સપુર્ણ રસાયણ મુક્ત યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ મા, ખરીફ સિઝનમા પ્રાકૃતિક ખેતી કરતા ૧૩૪૭૮ ખેડૂતોને રૂ. ૬૭૫.૭૫ લાખની સહાય આપવામાં આવી છે. તથા શિયાળુ સિઝનમા ૪૮૭૩ ખેડૂતોને રૂ. ૧૧૦.૮૧ લાખની સહાય આપવામાં આવી છે. આ યોજનામા વર્ષ ૨૦૨૨-૨૩માં નવી ૪૧૭૦ અરજીઓ મળી છે.

#Gujarat #Dang #Connect Gujarat #BeyondJustNews #Farmer #cultivation #natural farming #strawberries
Here are a few more articles:
Read the Next Article