/connect-gujarat/media/post_banners/c7541ac761051a9386077c552abcba27d044423468f6cddb618794aa86b1be90.jpg)
ડાંગ જીલ્લામાં કુદરતે સૌંદર્ય છુટા હાથે આપ્યું છે. ઘટાદાર જંગલો, પહાડો ની વચ્ચે વહેતા અસંખ્ય ઝરણાં, જળ ધોધ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ડાંગ જિલ્લામા એક તરફ લોકમાતા પૂર્ણા નદીએ રોદ્ર રૂપ ધારણ કરી ભારે વિનાશ વેર્યો છે, ત્યારે પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામા આવતો ગુજરાતનો સૌથી ઊંચાઈ ધરાવતો ગીરમાળ ધોધ હાલ સંપૂર્ણ ખીલી ઉઠતા સૌદર્ય દીપી ઉઠ્યું છે. ગીરમાળ ધોધ જતા માર્ગ ઉપર નદીનો સુંદર વળાંક "યુ ટર્ન "તરીકે ઓળખાતો પોઇન્ટ પર લીલીછમ વનદેવીએ કુદરતી નેકલેસ પહેર્યો હોય તેવો શણગાર કરી પ્રકૃતિપ્રેમીઓને આવકારતી હોય તેવા નયનરમ્યો દ્રશ્યો પ્રવાસીઓને યાદગાર સંભારણું બનાવે છે.