ડાંગ : ગિરિમથક સાપુતારામાં દિવાળી વેકેશનમાં પ્રવસીઓનો ધસારો, વિવિધ એડવેન્ચરનો આનંદ માણતા સહેલાણી

ડાંગ જિલ્લાના  ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે.અને સહેલાણીઓ વિવિધ એડવેન્ચરનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા છે.

New Update
  • ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો

  • દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

  • વિવિધ એડવેન્ચરનો આનંદ માણતા પ્રવાસી

  • સાપુતારા પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું

  • ગુજરાત ટુરિઝમ વેકેશન ફેસ્ટિવલની કરશે શરૂઆત 

ડાંગ જિલ્લાના  ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે.અને સહેલાણીઓ વિવિધ એડવેન્ચરનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા છે.

ગુજરાતનું એકમાત્ર ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં દિવાળી વેકેશનને કારણે પ્રવાસીઓનો ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ પેરાગ્લાઈડિંગરોપવે,બોટિંગ સહિત વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિ માણતા નજરે પડ્યા છે. સાપુતારા ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા વેકેશન ફેસ્ટિવલની પણ શરૂઆત આગામી 27 ઓક્ટોબરથી કરવામાં આવી રહી છે.જે ફેસ્ટિવલનો પણ પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી શકશે.દિવાળી વેકેશનમાં સાપુતારામાં પ્રવાસીઓના ઘસારાને કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયો છે.

Latest Stories