New Update
ગિરનાર પર્વત પાસેથી મૃતદેહ મળવાનો મામલો
પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી ભર્યું અંતિમ પગલું
પરણિત મહિલા અને પુરુષ બંધાયા હતા પ્રેમસંબંધમાં
સુરતનું પ્રેમી યુગલ 5 સપ્ટેમ્બરથી હતું ગુમ
જૂનાગઢ પોલીસે આધારકાર્ડથી કરી બંનેની ઓળખ
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોરક્ષનાથ ટૂંક પાસે સુરતના પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી,પોલીસે વિકૃત હાલતમાં મળેલા મૃતદેહનો કબજો મેળવીને તપાસ શરૂ કરી હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ ગુરુ ગોરખનાથની ટૂંક પાસેની ખીણમાંથી એક અજાણી મહિલા અને એક પુરુષના વિકૃત હાલતમાં મૃતદેહ હોવાની જાણ થતા ભવનાથ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી,અને મૃતદેહની તપાસ દરમિયાન બંનેના આધારકાર્ડ મળી આવ્યા હતા,જેમાં સુરતના કોળવાડ વિસ્તારમાં રહેતા દીપક વેકરીયા અને કામરેજની ચૈતાલી લાખણકિયા નામનું પ્રેમી યુગલ હોવાનું ખુલ્યું હતું,મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવતા પ્રેમી યુગલે દવા પી મોત વ્હાલું કર્યાનું તપાસમાં ખુલ્યું હતું, મૃતક મહિલા પરિણીત છે અને બે દીકરીઓની માતા છે જ્યારે પુરુષ પણ પરિણીત હોય અને હાલમાં તેના છૂટાછેડા થયા હતા.અને બંને એક જ સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી રહેતા હતા અને પ્રેમ સંબંધમાં બંધાયા હોવાનું તેમના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ સુરત પોલીસમાં 5 સપ્ટેમ્બરે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઇ હતી.ત્યારબાદ બંને જૂનાગઢ આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે,હાલ પોલીસે લાશનો કબજો લઈ જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories