બોટાદ: સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવને ગુરુપૂર્ણિમાએ સુવર્ણ વાઘાનો શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તિ નો સાગર છલકાયો હતો. આજના

New Update

બોટાદ તાલુકાના સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તિ નો સાગર છલકાયો હતો. આજના પ્રસંગ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે,જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.

 કષ્ટભંજન દેવને ગુરુપૂર્ણિમાએ સુવર્ણ વાઘાનો શણગાર

બોટાદ તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાનેસુંદરશણગાર કરવામાં આવ્યો હતો,આ અવસરેહનુમાનજીને સુવર્ણ વાઘા નો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે સાળંગપુરમાં ભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી,જ્યારે કેટલાક દાદા ના ભક્તો એ રાત્રી રોકાણ કરીને દાદાની પહેલી આરતીનો લ્હાવો પણ લીધો હતો.વધુમાં ગુરુપૂર્ણિમાના અવસરે ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.અને દાદાના ભક્તિરસ માં ભક્તો તરબોળ બન્યા હતા.

Read the Next Article

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અમુક

New Update
વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે 20 જુલાઈ રવિવારના દિવસે  કચ્છ, મોરબી અને જામનગરમાં  કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે તો ક્યાંક  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે વરસાદની સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે.  અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે.  23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 21 અને 22 જુલાઇએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.  એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.