Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ભારે વરસાદ વરસતા શહેર થયું "પાણી પાણી", લોકોને હાલાકી

ગત મોડી રાત્રે દ્વારકામાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી.

X

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત મોડી રાત્રે 6 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગત રાત્રીના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઈસ્કોન ગેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જવાની સમસ્યાથી રાહદારીઓ સહિત અનેક વાહનચાલકોને હાલાકી પડી હતી.

જોકે, દ્વારકામાં દર વર્ષે પાણી ભરાઇ જતા હોય, ત્યારે વરસાદના કારણે દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક સહિતના વિવિધ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા કેટલાક વાહનો બંધ પડી ગયા હતા. દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જવાની સમસ્યાના કારણે સ્થાનિકોના હાલ બેહાલ થયા છે. જોકે, પાલિકા દ્વારા કરવામાં આવેલા પાણીના નિકાલ તેમજ પ્રિ-મોનસુનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

Next Story