Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે સરકાર વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના તરગળી ગામે સરકાર દ્વારા ખેતર અને વાડીઓમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના તરગળી ગામે સરકાર દ્વારા ખેતર અને વાડીઓમાં વીજ પોલ ઉભા કરવાના મુદ્દે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ખંભાળીયા તાલુકાના તરગળી ગામ સહિત આસપાસના 8થી વધુ ગામોના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં શક્તિનગર, કનડોલા, ધરમપુર, કોટા, કોલવા અને ભટ્ટગામ સહિતના ગામોના ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા ખેતરમાં વિજ પોલ ઉભા કરવા માટે અમને કોઈપણ જાતની નોટિસ આપવામાં આવી નથી. તો સાથે જ કેટલાક ખેતરોમાં ઘર અને કુવા નજીક મોટી હાઇ ટેન્શન લાઇનના વિજ પોલ ઉભા કરી દેવામાં આવે છે, જે નિયમ વિરુદ્ધ હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત વાવણી સમયે પોલીસ દ્વારા બળપ્રયોગ કરી વીજપોલ ઉભા કરાવવામાં આવતો હોવાનો પણ ખેડૂતો એ આક્ષેપ કર્યો છે. ખેડૂતોના મુદ્દે સરકાર સાંભળતી ન હોવાના આક્ષેપ સાથે 70થી વધુ ખેડૂતોએ ખેડૂત નેતા પાલ આંબલીયાની આગેવાની હેઠળ યોગ સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તમામ ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.

Next Story