New Update
/connect-gujarat/media/post_banners/f744dde9f73f39397a0518c1dbc8446cac1a76f3d02c2b9f40f281298cf57423.webp)
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ "બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામ તથા બંદરની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી.
"બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાવદ્રા ગામ તથા બંદરની મુલાકાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવી પહોચ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અહીંની પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલા આશ્રય સ્થાનની મુલાકાત લઈ સ્થળાંતરીત લોકોના ખબર અંતર પૂછ્યા તથા જરૂર પડ્યે તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી, ત્યારે અસરગ્રસ્તોએ પણ પોતાને મળેલી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કરી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.