દેવભૂમિ દ્વારકા: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ખંભાળિયા ખાતે ઉપસ્થિત, ગૃહમંત્રીના હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

New Update
દેવભૂમિ દ્વારકા: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સરકારના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે વહેલી સવારે દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા હતા. રાજપૂત સમાજ દ્વારા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખંભાળીયા નગરપાલિકા દ્વારા નવનિર્મિત મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મહારાણા પ્રતાપની પ્રતિમાથી સમગ્ર ખંભાળીયા પંથકમાં એક નવી ઓળખ ઉભી થશે. તો સાથે જ નવીનતમ પ્રતિમાથી શૌર્ય, વિરત્વ અને સ્વાભિમાનના પ્રતીક તરીકે પણ એક ઓળખ ઉભી થશે, ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજપ જિલ્લા પ્રમુખ, ભાજપના હોદેદારો અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાલિકાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.