દેવભૂમિ દ્વારકા : સલાયાના પશુ સારવાર કેન્દ્રમાં પશુપાલકો તો આવે છે, પણ તબીબ નહીં..!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રમાં તબીબ નહીં હોવાના કારણે સ્થાનિક પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

New Update

સલાયા ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રમાં કોઈ તબીબ હાજર નહીં હોવાના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગૌભક્તો અને સ્થાનિકોએ પશુ દવાખાના ખાતે સુત્રોચાર કરી ઢોલ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ પણ વર્ષ 2020માં તબીબની માંગ સ્થાનિકોએ કરી હતી. જોકે, હાલ અહી જે તબીબ છે તેઓને 2 અલગ અલગ દવાખાનાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને હાલાકી વેઠવી પડે છે, ત્યારે પશુ સારવાર કેન્દ્રમાં કાયમી તબીબની નિમણૂંક કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Latest Stories