દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહેતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે, જ્યારે મોટા ગુંદા ગામ નજીક ભારે પવનના કારણે પવનચક્કીના પાંખિયા પણ તૂટી પડ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ સહિતના ગ્રામ્ય પંથકમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે. ભાણવડ તાલુકાના નવાગામ-મોરઝરને જોડતા મુખ્ય માર્ગ ધસમસતા પાણીના પ્રવાહ માર્ગ બંધ કરવાની નોબત આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મોટા ગુંદા ગામ નજીક ભારે પવનના કારણે પવનચક્કીના પાંખિયા પણ તૂટી પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસતા વરસાદથી ખેતરો પાણીથી છલોછલ ભરાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીથી પ્રભાવિત થયા છે.