New Update
દાહોદમાં તંત્રના પાપે મુશ્કેલી વેઠતા અંતરિયાળ ગામના લોકો
અંત્યેષ્ટી કરવા માટે પણ ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે
કોતરના ધસમસતાં પાણીમાંથી સ્મશાને જવાની ફરજ પડી રહી છે
ગ્રામજનો અર્થી સાથે જીવના જોખમે પાણીમાંથી થઈ રહ્યા છે પસાર
ડુંગર વિસ્તારમાં વધુ વરસાદના કારણે ચોમાસામાં પાણીથી કોતર ભરેલું રહે છે
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામો હજુ પણ વિકાસની રાહ જોઈ રહ્યા છે,પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા ગ્રામજનોએ અંત્યેષ્ટી માટે પણ જીવના જોખમે કોતરના ધસમસતાં પાણી માંથી પસાર થઇ રહ્યા છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગામો વિકાસથી વંચિત રહ્યા છે,જેમાં દેવી રામપુરા ગામના લોકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે,તો બીજી તરફ ગ્રામજનો માટે મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વિધિ માટે પણ જોખમ ખેડવું પડે છે,જેમાં વરસાદમાં ડુંગરોના કોતરોમાં પાણી ભરાવાના કારણે અંત્યેષ્ટી માટે જતા લોકોએ ધસમસતા પાણી માંથી પસાર થવુ પડે છે,જે બાબત ગ્રામજનોના જીવ માટે જોખમરૂપ બની ગઈ છે.
અંતરિયાળ વિસ્તારના વિવિધ ગામના સ્મશાન પણ રસ્તા વિહોણા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.જાણવા મળ્યા મુજબ ગુજરાત સરકારના રાજ્ય કૃષિ પંચાયત મંત્રી બચુ ખાબડનો આ મત ક્ષેત્ર વિસ્તારમાં પણ સરકારનો વિકાસ નથી પહોંચ્યો તે અંગેની ફરિયાદ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
Latest Stories