ગુજરાત સરકારની મહાકુંભ બસ સેવાને બિરદાવતા શ્રદ્ધાળુઓ,મોટી સંખ્યામાં યાત્રીઓએ કરી વોલ્વો બસમાં આરામદાયક સફર

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો

New Update
  • રાજ્યના ST વિભાગની મહાકુંભ બસ સેવા

  • મહાકુંભ બસ સેવા યાત્રીઓ માટે આશીર્વાદરૂપ

  • યાત્રીઓએ રાજ્ય સરકારની સેવાને બિરદાવી

  • મહાકુંભ બસ સેવાનો લ્હાવો લેતા યાત્રીઓ

  • આરામદાયક સફરના યાત્રીઓએ કર્યા વખાણ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તીર્થરાજ પ્રયાગરાજ મહાકુંભ માટે GSRTCની વિશેષ વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે,મહાકુંભ બસ સેવાનો લાભ લેતા યાત્રીઓએ સરકારની બસ સેવાને બિરદાવી હતી.

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે.આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા ગુજરાત ST વિભાગે રાજ્યના ચાર શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે દરરોજ AC વોલ્વો બસ દોડાવવાની અનોખી પહેલ કરી છે,જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની આત્મીયતા અને સમર્પણ દર્શાવે છે.

GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો હતો.27 જાન્યુઆરીથી પ્રારંભ થયેલી આ સેવાનો અત્યાર સુધી હજારો લોકોએ લાભ લીધો છે.   

અમદાવાદના નારાયણપુરાના રહેવાસી અજય કંસારાએ મહાકુંભની મહાયાત્રાનો અનુભવ જણાવ્યો. તેમણે ગુજરાત ST નિગમની કામગીરીને આશીર્વાદરૂપ ગણાવી. સાથે જ તમામ બસોમાં આરામદાયક સીટસ્લીપર કોચ, AC અને નોન-AC વિકલ્પોતેમજ સુરક્ષા માટે CCTV અને GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવાથી કોઈ પણ મુશ્કેલી આવી ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Latest Stories