સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજીના ભક્તિરસમાં તરબોળ બનતા માઇ ભક્તો

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update
a

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે નવરાત્રીના પ્રથમ નોરતે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી હતી. હજારોની સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તોએ ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે, અને પૂનમ સહિત બારે મહિના મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીના દર્શને ઉમટી પડે છે.જેમાં નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું અનેરૂ મહત્વ રહ્યું છે અને દર વર્ષે નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે,ત્યારે નવરાત્રીના પ્રારંભે સવારથી જ ચામુંડા માતાજીના દર્શનાર્થે ભીડ જોવા મળી હતી.જ્યારે ચોટીલા મંદિર ડુંગર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ભક્તોના ઘસારાને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પગથીયાના દ્વાર સવારના 4-30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા.

જો કે અગાઉથી જ ભક્તો રાતથી ચામુંડા માતાજીના ડુંગર નીચેના પટાંગણમાં આવી પહોંચ્યા હતા અને પગથીયાના દ્વારા ખુલતા જ ડુંગર પર બીરાજમાન ચામુંડા માતાજીના દર્શન કરવા નીકળી પડ્યા હતા. જ્યારે સવારની આરતીનો સમય પણ ફેરફાર કરીને નવરાત્રી દરમિયાન 5-00 વાગ્યાનો કરવામાં આવ્યો છે ત્યારે ભક્તોએ ચામુંડા માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો.ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યો માંથી પણ ભક્તો ચામુંડા માતાજીના દર્શને ઉમટી પડયા છે.આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચોટીલા પગપાળા ચાલીને માતાજીના દર્શનનું પણ મહત્વ રહેલું છે,ત્યારે પદયાત્રીઓ પગપાળા સંઘમાં માતાજીની ધજા અને વાજતે ગાજતે દર્શનાથે આવી પહોંચ્યા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો.

Latest Stories