દીવ પોલીસે કારમાં વિદેશીદારૂની ખેપ મારતા ત્રણ આરોપીની ધપરકડ સાથે રૂ.8 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

દિવ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે બૂચરવાડા વિસ્તારમાં રેડ કરી હતી,જેમાં પોલીસને વિટારા બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ હેરાફેરી કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.

Diu Crime Branch
New Update
ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કાવતરૂ કરતા ત્રણ આરોપીઓની દીવ પોલીસે ધરપકડ કરી હતી,અને રૂપિયા 8,13,416 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દિવ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે બૂચરવાડા વિસ્તારમાં રેડ કરી હતી,જેમાં પોલીસને વિટારા બ્રેઝા કારમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ હેરાફેરી કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.
અને પોલીસે કારની તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે આ ઘટનામાં રાકેશ ગોવિંદ સોલંકી,રહે,ભીંગરોડ,તા.ઉના, ગોપાલ ભીમા ચુડાસમા,રહે,પાલડી,તા.ઉના,વિપુલ કાળુ ડાભી,રહે,સોનારી,તા.ઉનાની ધરપકડ કરીને વિદેશી દારૂ તેમજ કાર મળીને કુલ રૂપિયા 8,13,416નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ  કરી હતી.
#Crime branch #Diu police #વિદેશી દારૂનો જથ્થો #foreign liquor seized #Foreign Liqour #foreign liquor Bottles #વિદેશીદારૂ
Here are a few more articles:
Read the Next Article