Connect Gujarat
ગુજરાત

રાજયમાં ડોકટર્સ ડેની કરવામાં આવી ઉજવણી, કોરોનામાં તબીબોએ હજારો જીવ બચાવ્યાં

ડોકટર્સ ડે નિમિત્તે રાજયમાં વિવિધ સ્થળોએ તબીબોને સન્માનિત કરવામાં આવ્યાં

X

કોરોનાની મહામારીમાં તબીબોએ જીવના જોખમે ફરજ બજાવી હજારો દર્દીઓના જીવ બચાવ્યાં છે ત્યારે ગુરૂવારે ડોકટર્સ ડે નિમિત્તે રાજયમાં વિવિધ સ્થળોએ તબીબોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.....

ભારતના સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ડોક્ટર્સ-ડેની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાયેલી છે. કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન અનેક તબીબો અને નર્સિંગ સ્ટાફે જીવ ગુમાવી દીધાં છે. બે વર્ષ દરમિયાન તબીબોએ હજારો દર્દીઓને સાજા કરીને ઘરે પરત મોકલ્યાં છે. ભારતમાં પહેલી જુલાઇના રોજ ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજના દિવસે લોકોએ તબીબો પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી. રાજયમાં વિવિધ સ્થળોએ તબીબોને સન્માન આપતાં કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. ભરૂચની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ખાતે 108 ઇમરજન્સી સેવા, એમ.એચ.યુ તથા ખીલખીલાટ સેવાના સંયુકત ઉપક્રમે તબીબો સાથે કેક કાપી ઉજવણી કરાઇ હતી.

ભરૂચમાં જ રોટરી કલબ ઓફ ફેમીનાના ઉપક્રમે સિવિલ હોસ્પિટલના તબીબોનું સન્માન કરાયું હતું. આ અવસરે તબીબોને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપી તબીબોની સેવાઓને બિરદાવવામાં આવી હતી..

શહેરમાં આવેલાં છઠીબારી, રાજેન્દ્ર નગર અને વ્યાયામ શાળા ખાતે આવેલાં હેલ્થ સેન્ટરના તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓને કોરોનાના દર્દીઓની સારવાર તથા વેકસીનેશનની ઉમદા કામગીરી બદલ નગરપાલિકા અને ભાજપના ઉપક્રમે સન્માનિત કરાયાં હતાં.

Next Story