સાબરકાંઠા : આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવતો નશેબાજ ઈસમ,ઘટનાનો વિડીયો વાયરલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીમાં તોડફોડ કરી...।

New Update
  • આંગણવાડીમાં તોડફોડ કરતો નશેબાજ

  • દારૂના નશામાં કરી તોડફોડ

  • આંગણવાડીમાં પહોંચાડ્યુ નુકસાન 

  • ઘટનાનો વિડીયો થયો વાયરલ

  • પોલીસે ઘટનાની શરૂ કરી તપાસ 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં દારૂના નશામાં આંગણવાડીમાં ઘૂસીને યુવકે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું.અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં રવિવારના રોજ દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીનો મુખ્ય દરવાજો તોડી આંગણવાડીમાં અંદર પ્રવેશ કર્યો હતો,અને આંગણવાડીમાં પ્રવેશ કરી અંદર રહેલા સરસામાન ગેસની સગડીગેસની બોટલ,વાસણો સહિતનો સરસામાન બહાર ફેંકી દીધો હતો.

આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા,અને દારૂના નશામાં આંગણવાડીમાં તોડફોડ કરીને આતંક મચાવનાર મનોજ ભુપતભાઇ રાવળ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,અને પોલીસ દ્વારા ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories