સુરેન્દ્રનગર: લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતીમાં નુકસાનથી ખેડૂતોની હાલત કફોડી બની

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે,જે અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને વળતર અંગે માંગ કરવામાં આવી હતી.

New Update

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે,જે અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને વળતર અંગે માંગ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં અવિરત વરસાદી માહોલ જામેલો રહ્યો હતો,અને મુશળધાર વરસાદને પગલે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી,તો બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણીએ જમાવટ કરતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. લીંબડી તાલુકાના  શિયાણી, ઉમેદપુર, નટવરગઢ, રામરાજપર, પરનાળા, ભથાણ, જાંબુ સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોએ માથા પર હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.અને કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, જોકે શિયાણી ગામે ભોગાવો નદી પર કોઝવેની કામગીરીનું નિરીક્ષણ માટે આવેલા ધારાસભ્ય પી.કે.પરમારને ખેડૂતોએ ખેતીમાં નુકસાન અંગે રજૂઆત કરી હતી,અને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તે અંગે માંગ કરી હતી.

Latest Stories