વરસાદના કારણે રેલ વ્યવહાર પર માઠી અસર, 11 ટ્રેન મોડી,તો 2 ટ્રેન રદ

રાજ્યમાં ભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.જેની અસર રેલ વ્યવહાર પર પણ જોવા મળી હતી,જેના કારણે 11 ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.

New Update
Due to rain, the rail traffic was affected, 11 trains ran late, two trains were cancelled
રાજ્યમાં ભરમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.જેની અસર રેલ વ્યવહાર પર પણ જોવા મળી હતી,જેના કારણે 11 ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. જ્યારે 2 મેમુ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું રેલવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વડોદરા ડિવિઝનના સયાન પાસેના બ્રિજ નંબર 471 ના ગડર બોટમ સુધી પાણી વધવાને કારણે, પાણી ઓછું ન થાય ત્યાં સુધી સેક્શન પર ટ્રેનની અવરજવર સ્થગિત કરવામાં આવી છે.  જેમાં જાણવા મળ્યા મુજબ 09082 ભરૂચ - સુરત મેમુ રદ કરવામાં આવી છે. અને 09080 વડોદરા - ભરૂચ મેમુ ને પાલેજ ખાતે ટૂંકાવી દેવામાં આવી છે.

સમય કરતા મોડી દોડતી ટ્રેનના નામની યાદી:

ટ્રેન નંબર 22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત SF એક્સપ્રેસ.
ટ્રેન નંબર 16311 શ્રી ગંગાનગર - કોચુવેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર 22916 હિસાર - બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ
ટ્રેન નંબર 09080 વડોદરા - ભરૂચ MEMU Spl
ટ્રેન નંબર 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 12472 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા - બાંદ્રા ટર્મિનસ સ્વરાજ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22210 નવી દિલ્હી - મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ
ટ્રેન નંબર 16588 બિકાનેર - યશવંતપુર એક્સપ્રેસ
ટ્રેન નંબર 07054 લાલગઢ - કાચેગુડા Spl
ટ્રેન નંબર 20920 એકતા નગર - MGR ચેન્નઈ સેન્ટ્રલ SF  એક્સપ્રેસ 
ટ્રેન નંબર 22717 રાજકોટ - સિકંદરાબાદ SF  એક્સપ્રેસ 
Latest Stories