છોટાઉદેપુર : કાંધા ગામે આંગણવાડીનું મકાન નહીં હોવાથી ઝુંપડામાં કાર્યરત, મમતા દિવસની ઉજવણીમાં પણ મુશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી ઝૂંપડામાં કાર્યરત છે, આ ઉપરાંત મમતા દિવસની ઉજવણી માટે પણ મુશ્કેલી પડી રહી છે.

New Update
  • વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા

  • ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીનો અભાવ

  • કાચા ઝૂંપડામાં કાર્યરત છે આંગણવાડી

  • મમતા દિવસની ઉજવણીમાં પણ મુશ્કેલી

  • આંગણવાડીનું મકાન બનાવવા ઉઠી માંગ 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનાં મકાનો મંજુર કરવામાં આવ્યા છેપરંતુ આંગણવાડીનાં મકાનનું કામ સમયસર પૂર્ણ નહીં થવાના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવો પડે છે.

નસવાડી તાલુકાના કાંધા ગામની આંગણવાડીનું મકાન નહીં હોવાના કારણે એક કાચા ઝુંપડા માં કાર્યરત  છેઅને દર બુધવારે મમતા દિવસની ઉજવણી સમયે પતરાના શેડની નીચે આરોગ્ય કર્મચારી બેસીને બાળકોસગર્ભાઅને ધાત્રી બેહનોની આરોગ્યની ચકાસણી કરી રહ્યા છે.કાંધા ગામના લોકો માંગ કરી રહ્યા છે કેઆંગણવાડીનાં મકાનનું અધૂરું કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તો બાળકોને અને આરોગ્ય કર્મચારીઓ આંગણવાડીનાં મકાનમાં બેસી શકે.

Latest Stories