/connect-gujarat/media/post_banners/1f088ae1a48bd961dc008ec661f07bf7a46ecb00af438b27eb73b68032eed3cd.jpg)
બિપરજોય વાવાઝોડાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
બિપરજોય વાવાઝોડાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હજી પણ આ વિસ્તારમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. એક લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 જેટલા રસ્તાઓ બંધ થયા છે. જ્યારે ત્રણ રોડ બંધ કરવામાં આવ્યા છે.4600 ગામોમાં વીજળી ઠપ્પ થઈ હતી.જેમાં 3580થી વધુ ગ્રામ્ય વિસ્તારોને વીજ પુરવઠો પરત શરૂ કરવામાં આવ્યો છે.20 કાચા મકાનો અને 65 ઝૂપડા સંપૂર્ણ રીતે નાશ થયા છે. બે પાકા મકાનોમાં પણ નુકશાની આવી છે. આટલી મોટી આફતમાં એક પણ કેઝ્યુલિટી નથી. જિલ્લાકક્ષાએથી નિર્ણય કરીને સ્થળાંતર કરેલા લોકોને પરત મોકલવામાં આવશે. સર્વેની કામગીરી હજી શરૂ નથી કરાઇ.