આશાવર્કર બહેનો પર વધ્યુ કામનું ભારણ
આશાવર્કર કામના ભારણથી ત્રસ્ત
ઓનલાઇનની કામગીરીમાં થયો વધારો
બહેનોના આવેદનપત્રનો કરાયો અસ્વીકાર
રામધૂન બોલાવીને બહેનોએ કર્યો વિરોધ
દ્વારકામાં આશાવર્કર તરીકે ફરજ બજાવતી બહેનોએ કામના ભારણથી ત્રસ્ત થઈને પ્રાંત અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા,જોકે તેઓના આવેદનપત્રનો અસ્વીકાર કરવામાં આવતા આશાવર્કરો રોષે ભરાયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં આશાવર્કર તરીકે ફરજ બજાવતી બહેનો કામના ભારણથી હવે ત્રસ્ત થઇ ગઈ છે.તેમનું કહેવું છે કે ઓનલાઇનની વધારાની કામગીરીનું ભારણ પણ આશાવર્કરો પર નાખવામાં આવ્યું છે. જેના કારણે બહેનો માટે કામગીરી મુશ્કેલરૂપ બની રહી છે,તેથી આશાવર્કર બહેનોએ તેમની આ મુશ્કેલીના નિરાકરણ માટે એક જૂથ થઈને પ્રાંત અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ તેઓના આવેદનપત્રનો અસ્વીકાર કરવામાં આવતા આશાવર્કર બહેનો રોષે ભરાઈ હતી,અને પ્રાંત કચેરીના પટાંગણમાં જ રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.