દ્વારકા : ગોમતી નદીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સતર્ક,યાત્રાળુઓની સુરક્ષા માટે રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવાયું

દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર તાજેતરમાં ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્ર પણ એલર્ટ બનીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટની સુવિધા વધારવામાં આવી છે.

New Update
  • દ્વારકામાં યાત્રાળુઓની સુરક્ષામાં વધારો

  • ગોમતી નદીમાં ડૂબી જવાની બની હતી ઘટના

  • તંત્ર દ્વારા રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફટ ફાળવાયું

  • રેસ્ક્યુ ક્રાફ્ટ એક રક્ષા કવચ સમાન

  • પાણીમાં ડૂબતા લોકોને બચાવવામાં થશે મદદરૂપ

દેવભૂમિ દ્વારકામાં ગોમતી ઘાટ પર તાજેતરમાં ડૂબી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી.ત્યારે તંત્ર પણ એલર્ટ બનીને યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટની સુવિધા વધારવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા ગોમતી ઘાટ પર તાજેતરમાં બનેલી ડૂબવાની ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે. યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપેગોમતી ઘાટ પર આધુનિક રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના આદેશ બાદ ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા આ રિમોટ કંટ્રોલ ક્રાફ્ટ દ્વારકા ફાયર ટીમને સોંપવામાં આવ્યું છે. આ આધુનિક ક્રાફ્ટ કોઈ દુર્ઘટનાના સમયે પાણીની અંદર ડૂબી રહેલા લોકોને તાત્કાલિક બચાવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.

ગોમતી નદીમાં સ્નાન કરવા આવતા હજારો યાત્રાળુઓ માટે આ ક્રાફ્ટ એક રક્ષાકવચ સમાન બની રહેશેઅને દુર્ઘટનાના સમયે ઝડપી બચાવ કામગીરી પાર પાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Latest Stories