Connect Gujarat
ગુજરાત

દ્વારકા: બંધ સ્કૂલો ચાલુ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

X

દ્વારકા જિલ્લામાં બંધ કરવામાં આવેલી 39 શાળા ફરીથી ચાલુ કરવાની માંગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દ્વારકા જિલ્લામાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે રાખી બંધ કરવામાં આવેલી 39 શાળાઓ ફરીથી ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્ર સમયે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય વિક્રમ માડમ પણ હાજર રહયા હતા. કોંગ્રેસ નેતા પાલ આંબલીયાએ વધુમાં જણાવાતા કહ્યું કે, અમને કહેવામાં આવ્યું હતું કે આ સ્કૂલ ચાલુ કરવામાં આવશે પણ કોઈ સ્કૂલ ચાલુ નથી થઇ આ સ્કૂલો જો ચાલુ ના થાય તો અહીંના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની જશે.

Next Story
Share it